તારા વિરહને પાંખ લાગી,
આગ લાગી મનમાં,
મન દિવડાની જ્યોતે જ્યોતે,
કર્યો બહિષ્કાર એક સાથે,
તને હું શોધતી વાગોળતી,
અડોડતી રાતોની રાતે,
મારા બગીચાના હરેક પુષ્પે,
કર્યો ધિક્કાર એક સાથે,
તસવીર એક તારી એવી,
રહેતી જે રડતી આંખે,
મારા આભની હર વાદળી,
વરસી પડી આજે એક સાથે,
શોભાની હતી વાત તો,
રૂપ આવ્યું ક્યાં વચ્ચે,
મારા મીઠા સ્મિતની હર એક,
લહેર મુરજાઈ એક સાથે,
શું વાત હતી, હું કાટ હતી,
બની રાખ પ્રેમના વ્હારે,
મારા હૃદયતરૂની હર એક,
શાખ ભાંગી પડી એક સાથે,
તારા શબ્દોની કિંમત હતી,
જીવંત હતી હું એક ટાણે,
મારા ઘાટમાં હિંમત નથી,
હવે લડવાની તારી યાદો સાથે.
– દિશા શાહ