જે શબ્દો હૈયે થી હોઠે નથી આવતા
તેવા શબ્દો પણ પકડે છે,
એક સ્ત્રી છે….. જે મને મારા
થી પણ વધારે ઓળખે છે.
ચાહે છે મને પોતાથી પણ વધુ
જાણે હું જ તેનું સર્વસ્વ જગ માં,
પાસે હોવાનો અહેસાસ હોઈ
જ્યારે રણકે છે ઝાંઝર પગ માં.
લાખ પ્રયત્નો કર્યા છુપાવવા નાં
ખબર નહિ કેમ જાણી જાય છે,
નાટક મારું પકડી ને એ
નિસ્વાર્થ નિર્ણાયક બની જાય છે.
મંઝીલ ની ચિંતા નથી
પોતાને લહેર થી ઓળખે છે,
એક સ્ત્રી છે….. જે મને મારા
થી પણ વધારે ઓળખે છે.
ન સાભળતા જ થતી ગુસ્સે તો
સાંભળી ને સ્માઈલ આપી જાય છે,
હોય જો કઈંક મુંજવણ તો
જાણે તેની સમજણ સ્પર્શી જાય છે.
હોઈ નારાજગી જો મને, તો સહર્ષ મનાવે છે
અને નિષ્ફળતા માં ભાગ પડાવે છે,
હા, થોડી બેસૂરી જરૂર છે
પણ કઈક વહાલ થી સંભળાવે છે.
જો હેરાન કરું તો હેરાન અને
ન કરું તો પણ હેરાન થઈ જાય છે,
આમ તો વિશાળ મન નું માનવી
છતાં દૂર જતી વખતે સંકોચાય છે.
માં હોવા છતાં દીકરો નહીં
પણ એક દોસ્ત થી ઓળખે છે,
એક સ્ત્રી છે…… જે મને મારા,
થી પણ વધું ઓળખેછે.
માન્યું કે મજાકની મિત્રતા છે
પણ તેને ખોવાથી પણ ડરું છું,
આંખો થી નીકળેલ દરેક આંસુ
મારા ખોબે-ખોબે હું ભરું છું.
હું શબ્દ નો બીજ રોપું છું તો
એ એમ લાગણી ઉછેરી જાય છે,
જાણે કોરો કાગળ મારો
પણ કવિતા એ લખી જાય છે.
કવિતા ઉપર પણ જાણે
એમ તો ખરી ઉતરી જાય છે,
જાણે શબ્દો ને રીઝવવા
પોતે સાક્ષાત પરી બની જાય છે.
સપના મારા તૂટે નહીં
માટે કાયમ હાથ પામે છે,
મારા થી પણ વધુ એ મારા
સપના ને હકીકત માને છે.
કેમ કે મંઝીલ ની ચિંતા નથી
પોતાને લહેર થી ઓળખે છે,
એક સ્ત્રી…… જે મને મારા
થી પણ વધુ ઓળખે છે.