ફરિયાદ કરો છો ખબર ન પૂછ્યાની,
અમે આંખો વાંચી લઈએ, એનું શુ ?
અમે આવી ઉભા’તા લાગણી લઈ,
તમે વહેવાર સમજી બેસો, એનું શુ ?
તૂટતો તારોય ન મૂકીએ દુઆમાં તમને માંગવા,
ને તમને લાગે એ ગાંડપણ, એનું શુ ?
હિસાબ હોય આપણો તદ્દન જુદો,
ને સરખામણી અન્ય સાથે કરો, એનું શુ ?
અનામી લાગણીઓનું હોય આ શીતયુદ્ધ,
સંબંધોનું નામકરણ કરી નાખો, એનું શુ ?
પ્રિયલ વસોયા