એમની નારાજગી લઈ જાઉં તો ક્યાં જાઉં હું !
દિલની આ દીવાનગી લઈ જાઉં તો ક્યાં જાઉં હું !
મન સતત દોડ્યા કરે છે ચૂમવા તસવીરને,
બેપનાહ આવારગી લઈ જાઉં તો ક્યાં જાઉં હું !
મૌન તારું છે અકળ, ખંજર લઈ ચીરી શકું
ખોખલી મર્દાનગી લઈ જાઉં તો ક્યાં જાઉં હું.
ચારે ભીંતો છે ઘણી ઉત્સુક હવે તારા વિષે,
વાત સઘળી ખાનગી લઈ જાઉં તો ક્યાં જાઉં હું
શ્વાસ પૂછે છે કલમને, “કેમ હું ધબકું કલમ !”
પાંગળી પરવાનગી લઈ જાઉં તો ક્યાં જાઉં હું.
પૂર્ણિમા ભટ્ટ