એમ ‘ લાઈક’ કરી ઉછેર કરો,
મિત્ર કે’ છે, ગઝલને શેર કરો.
હું બનાવું છું, પ્રેમની વસ્તી,
આંધીઓની રસમ,વિખેર કરો.
અમને ધરતીનું સ્વર્ગ સાંપડ્યું,
દોસ્ત,ચાહો હવે ત્યાં લ્હેર કરો.
મુજને માંબાપની શીખામણ છે,
વ્રુક્ષ થઇને સદા મહેર કરો
આ સદી છે,વિકાસની ‘ સિદ્દીક’,
ગામ-ઓળખ હવે શહેર કરો.
સિદ્દીકભરૂચી.