એય … ચિતડા …
શું કાંતે છે ઝીણું ઝબાક મન માલીપા ,
એય … ચિતડા …
જીવતરના તારોને અવળા વિટ્યા છે આલીપા ,
રામ – રખોપા મોટા સમજી ઘર બારે તું જાતો ,
ડગલે – પગલે ઠોકર લાગે અહમ નહિં સમજાતો ,
એય …. ચિતડા …
સાચા – ખોટા ચકરાવામાં ઘૂમે છે ખાલીપા ….
ગુરુ ચરણમાં જઈને બેઠો શબદ ન એકે જાણ્યો ,
ધૂમ મચાવી , રંગ જમાવી , રંગ ન એકે માણ્યો ,
એય … ચિતડા …
ચપટી અજવાળાથી ખીલશે ફુલમાં ઝાકળટીપાં …..
રામ – રહીમ કે અલ્લા – ઈશ્વર એક તત્વ છે અંદર ,
પળને પળમાં જાણે નહીં તો દેખે નહિ સમંદર ,
એય …. ચિતડા …
સત્ય – પ્રેમ ને કરુણા સર્જે કણકણમાં રાજીપા …..
– હર્ષિદા દીપક