ખોવાઈ જઈશ તારામાં એવી…
એવી મને પણ ક્યાં ખબર હતી…
બે નયનોની આ રમતમાં હું જ હારી જઈશ…
એવી મને પણ ક્યાં ખબર હતી..
પ્રેમની આ ભુલભુલામણી માં હું જ ખોવાઈ જઈશ..
એવી મને પણ ક્યાં ખબર હતી…
યાદોની જ છે આ દુનિયા…
એવી મને પણ ક્યાં ખબર હતી…
આવીને બધા ખોવાઈ જાય છે અહીં….
એવી મને પણ ક્યાં ખબર હતી…
ખોવાઈ જઈશ તારામાં એવી….
મને પણ ક્યાં ખબર હતી…
– હેતલ જોષી