એ ક્યાં ખબર છે તને,
તારાથી શું મળે છે,
એ તું જ છે જેનાથી જીવવાનું બળ મળે છે.
તારો સ્મિત સભર ચહેરો
અને આંખોથી છલકાતો પ્રેમ
રાખે છે મારાં હૈયાને કાયમ હેમખેમ
એ ક્યાં ખબર છે તને,
તારાથી શું મળે છે,
એ તું જ છે જેનાથી જીવવાનું બળ મળે છે.
તારી સાથેની થોડીઘણી વાતો
કેટલું આપે છે મને
એ નાની નાની મુલાકાતો
એ ક્યાં ખબર છે તને,
તારાથી શું મળે છે,
એ તું જ છે જેનાથી જીવવાનું બળ મળે છે.
એ ન પૂછ મને કેટલાં વરસથી
ચાહી છે મેં તને સહરા ની તરસથી
ચાહું છું હું તને
ચાહતો રહીશ
તું કાયમ તને મારાં હૃદયમાં મળીશ
એ ક્યાં ખબર છે તને,
તારાથી શું મળે છે,
એ તું જ છે જેનાથી જીવવાનું બળ મળે છે.
તું મારો જીવંત શ્વાસ છે
હૃદયમાં ધબકતો વિશ્વાસ છે
ખુદાથી પણ વધુ તારું નામ લઉં છું,
તું જ મારી પહેલી અને આખરી આશ છે
એ ક્યાં ખબર છે તને,
તારાથી શું મળે છે,
એ તું જ છે જેનાથી જીવવાનું બળ મળે છે.
દિપેશ શાહ