એક સમયે મારી રાહ જોતી,
અને , આજે મારી જિંદગી કેમ રાહમાં મૂકી ગઈ તું ?
એ જિંદગી તને થયું છે શું?
નિરાશમાં મારી એક આશા બનતી તું,
આજે આમ શાને રડાવે છે મુજને તું?
એ જિંદગી તને થયું છે શું?
દુઃખને હરતી તું પળભરમાં,
તો શાને આપે છે તું ક્ષણોમાં દુઃખ?
એ જિંદગી તને થયું છે શું?
સાથે જોયેલ એ “સ્પર્શ“ના સુંદર શમણાને,
આમ અધૂરા જ શાને તોડે છે તું?
એ જિંદગી તને થયું છે શું?
પારસ સાકરિયા