હાજર અજવાળું પ્રત્યેક રાત છે,
ચાંદની કેરી એ તો કોઇ ભાત છે.
સજાવટ નથી છતાં સુંદરતા અડે,
અનેરી એ તો સાદગીની જાત છે.
હોંશ આ સફરે કાયમ મળી રહે,
કારણકે એ તો સરસની દાદ છે.
લગભગ આદર્શો સચવાયેલા રહે,
કારણકે એ તો માણસની નાત છે.
આગળ વધી શકાશે ચોક્કસપણે,
જીવને એ તો મંગલ શરૂઆત છે.
નિલેશ બગથરિયા “નીલ”