એ દોસ્ત હતો મારો…..
હૈયાની બધી વાત જાણતો
મને સમજી જતો
એ દોસ્ત હતો મારો….
બાળપણમાં વાડીમાંથી કેરી ચોરતો ,
ને માફ અમને ખવડાવતો ગયો
એ દોસ્ત હતો મારો….
નિશાળમાં રાયણની કોકડી ખાતો
ને યાદ અમને આપી ગયો
એ દોસ્ત હતો મારો…
મૂકી ગયો મને આ દુનિયામાં એકલો
હાથથી સાથ છોડી ગયો
એ દોસ્ત હતો મારો…
યાદ આવતી ઘરની
ને ગાંગરવું આવતું જ્યારે
ત્યારે ભેળા રડતા રડતા
એ શાંત કરાવતો ગયો
એ દોસ્ત હતો મારો….
ન હતી હાથમાં જિંદગીને
ન હતી હાથમાં મોત
કોળિયો કાળનો બની ગયો
એ દોસ્ત હતો મારો….