આધિ વ્યાધિ ઉપાધીમાં મોજ પમાડે એ મિત્ર
આડી ઉભી તીરછી વાતે મોજ જગાડે એ મિત્ર
કડવું કડવું બોલીને વાતે વાતે ઉતારી પાડે
એ છતાંય અંતરમાં પોતાનો જાણે એ મિત્ર
સગા વહાલાં અંતર રાખી દુર ભલેને થાતાં
એકે એક કપરી ક્ષણોમાં સાથ આપે એ મિત્ર
પ્રેમમાં પડીને હ્રદયમનમાં ઉથલ પાથલ પીડે
ત્યારે અવઢવ ને ઉથાપીને મેળ કરાવે એ મિત્ર
ગમે તેટલી કઠીન વાત અસંભવ હો કે અસાર
પોતાપણાંથી ઉપર જઈને વાત નિભાવે એ મિત્ર
સરલા સુતરિયા