મર્યા પછી મળેલ ચંદન શું કામ નું….
મર્યા પછી મળેલ જીંદગી શું કામ ની….
જીંદગી છે ત્યાં સુધીજ જે મળે એ જ કામ નું…
બાકી તો મર્યા પછી મળેલ ગુલદસ્તો શું કામનો….
મર્યા પછી મળેલા તારા પ્રેમ ભર્યા આંસુ શું કામ ના…
મર્યા પછી મળેલ ધન -દોઅલત શું કામની….
મર્યા પછી મળેલ ગાડી -બંગલા શું કામના….
કિંમત તો અહીં જીંદગી ની છે…
બાકી મર્યા પછી મળતું બધું જ નકામું છે…
કિંમત કર હવે આ જીંદગી ની માનવી….
મર્યા પછી આ જીંદગી ની કિંમત થાય એ શું કામની….
એ શું કામની… ???
– હેતલ જોષી.