ઓળખાણ રાખતાં પણ કોઈ અમારાથી શીખે…
જેણે છોડયો સાથ અમારો તેમને પણ હસાવતાં કોઈ અમારાથી શીખે…
અમારી વાત અનોખી છે,
પ્રેમમાં પાગલ કરીને બીજે ફરવું એમ વાત અમારા માટે ખોટી છે…
અમે તો દિલથી દિલની ઓળખાણ રાખતાં,
તમને હસાવવા અમે રોજ નવા નુસખા તૈયાર રાખતાં…
એ સમય જ હતો જુદો એ વાતો યાદ આવતાં,
આંખોમાંથી આંસુ આવી જાય છે…
કે તમે તો અમારા ના જ રહયા,
એ જાણ હોવા છતાં પણ તમારી યાદ આવી જાય છે…
ભાવિક શ્રીમાળી