ઓ મેઘા…
તું મન થાય ત્યારે વરસે
તે આ ધરાને પસંદ નથી.
હું અહીં રાહ જોઉ,
અને તું બીજે મન મૂકી વરસે
તે આ ધરાને પસંદ નથી
હું અહીં લીલી ઓઢણી ના સપના જોઉ,
અને તું ભીંજવ્યા વગર આવીને જતો રહે
તે આ ધરાને પસંદ નથી.
તારે તો રોજ નીત નવા બહાના,
અને તું છેતરી ને જતો રહે
તે આ ધરાને પસંદ નથી.
આવવું હોય તો તરસ છીપાવે એવું વરસ,
નહિ તો આ ધરાને, તું પસંદ નથી.
– ગીતા દરજી “ગીતાર્શ”