કંઈક સવાલ જિંદગી આજે પણ પૂછે છે
તારા અચાનક વહી જવાનું કારણ એ આજે પણ પૂછે છે
જવાબ નથી મળતા ઘણા સવાલો ના
છતાં પણ જિંદગી એવાજ સવાલો કેમ પૂછે છે….
સમય વિતતો જાય છે
યાદ એની વધુ ધૈરી બનતી જાય છે
લાગે છે ભૂલી ગયા આપણે એને પણ
સમયે સમયે એ યાદ પણ આવી જાય છે….
વહી તો ઘણા એવા જાય છે
હમણાં આવું છું કહી ને ચાલ્યા જાય છે
રાહ માં બેઠા છે કોઈ હજી આજે પણ એની
એ ક્યાં હજુ પાછા પણ આવે છે….
યાદો માં ફરી તારી ખોવાઈ ગઈ હું આજે
જોઈ તારી તસ્વીર ને ફરી તારી થઈ ગઈ હું આજે….
હું ક્યાં કહું છું પ્રભુ કે મારી દરેક ઈચ્છા પૂરી થાય
પણ મને ગમે એવી મારી એક તો ઈચ્છા પુરી થાય
હેતલ. જોષી.