કંટકોમાં જો ….જગા કરવી પડે!
બાગની સાથે વફા કરવી પડે.
પ્રશ્નના ઉત્તર હવે તો આપવા,
ફેસબુક પર જઇ સજા કરવી પડે.
મૌનને કળવા ન ડીગ્રી જોઇએ,
વ્હેમ રૂપી આસ્થા કરવી પડે.
‘ વેલકમ’ લખ્યું હો ત્યાં થોભો જરા,
આ સમયમાં વ્યાખ્યા કરવી પડે.
લાભના અઢળક ખજાના હોયતો,
ઈશ્કમાં સો સો ખતા કરવી પડે.
દૂરના ડુંગર તો સુંદર લાગશે,
સાથ મેળવ્વા સભા કરવી પડે.
ઈશ્કમાં ‘ સિદ્દીક ‘ કીડા મારવા,
આદતો ખાટી જરા કરવી પડે.
સિદ્દીકભરૂચી