શરીરનું નિલામ કર,
દરેકને સલામ કર.
કદીક શીખ વ્રુક્ષથી,
નમી નમી કલામ કર.
હસી હસીને જીવતર,
ખુશી ખુશી તમામ કર.
મહાન થઇ શકે અગર,
જબાનને લગામ કર.
જલાવ પ્રેમના ચિરાગ,
વતનનુ એક કામ કર.
ન આદતો ખરાબ કર,
શરાબને હરામ કર.
વફા કરે તો પ્રેમ કર,
કરી શકે તો આમ કર.
~ સિદ્દીકભરૂચી.