કફન બાંધી શકો જાણ્યા પછી હાલાત તો આવો.
નજર સામે સહન થાયે સ્વજનની ઘાત તો આવો.
ન પરવા જાતની રાખી અડીખમ ઊભવું પડશે,
છતાં વેઠી શકો તડકો ને ઝંઝાવાત તો આવો.
ફરીશ્તા છો પ્રભુના જીવ ઝંખે છે સહારાને,
છે માનવ કેટલો લાચાર હો જઝબાત તો આવો.
સમર્પણના બધા નિયમ જીવનમાં પાળવા પડશે,
વધાવી જો શકો આ મોતની સોગાત તો આવો.
બનીને જ્યોત જાતે અન્યને ઉજાશ દેવાને,
બળીને દૂર કરશો દર્દની આ રાત તો આવો.
પાયલ ઉનડકટ