ગર્ભમાં છે શ્વાસ એનાં નાળ પર,
એટલી કરજે કૃપા તું બાળ પર,
છે મહાભારત બધું અપશબ્દનું,
યુદ્ધ જામ્યું દ્વોપદીની ગાળ પર,
મીસરી મેવા ધરેલા ચાખવા,
કેટલી માખી ઝળુંબે થાળ પર,
દાવ ખેલે જીવ સાટોસાટના,
શ્વાસ સર્કસમાં ઝૂલે છે જાળ પર,
સાચવી લેજે સમય જે હાથ છે,
ના ભરોસો કાળમુખા કાળ પર!
પાયલ ઉનડકટ