કરું કોટિ કોટિ પ્રણામ માડી તારા ચરણોમાં,
મારે અડસઠ તિરથ ધામ, માડી તારા ચરણોમાં.
સોનલ વર્ણો સૂરજ ઉગ્યો, ઘેર પધાર્યા માત,
પૂર્વ જનમનાં પુણ્ય જ ફળ્યા, પ્રગટ્યું પુણ્યપ્રભાત
કુમકુમ અક્ષત ફૂલ સુગંધિત, શગ મોતિના થાળ
આજ વધાવું માત બહુચરા, થાય સફળ અવતાર
અમી ભરી નજરે માત નિહાળો, એક જ છે મુજ આસ,
બાળક કર જોડીને ઉભા, જનમ જનમનો દાસ.