કરો તમે લાગણીની સિંચાઇ હવે,
ના સંબંધોનાં ફુલોને મુરજાવા દો…
મહેંકી ઉઠશે દરેક ફુલ સંબંધોનાં,
ના લાગણીને તમે ઓછી થાવા દો..
સુગંધ પ્રસરી જશે જીવનના બાગમાં,
તમે આ બાગને ફુલોથી સજાવા દો…
બની વિશ્વાસ વરસી જાશે વાદળ પણ,
તમે વિશ્વાસ રુપી વાદળને આવાં દો..
બહુ જ અમુલ્ય છે આ સંબંધોનાં ફુલો,
હ્રદયની તિજોરીમાં આ ફુલોને છુપાવા દો…
ના મળશે કિંમતી કાંઈ આ ફુલોથી વધારે,
બસ આ ફુલોને ખાલી એકવાર કમાવા દો..
✍️ કાનજી ગઢવી