હે શ્રીકૃષ્ણ, કર્ણ બોલ્યો
ના રાજપાટ, ના થયેલ અપમાનનો બદલો વાળવાની,
ના પોતાને સાબિત કરવાની, ના દિધેલા દાનના પુણ્ય કમાવવાની
અરે, આ વાત તો છે મિત્રને આપેલા વચન નિભાવવાની
અરે, આ વાત તો છે મિત્ર એ પકડેલ હાથને ના છોડવાની
ના સ્વર્ગ કે ના સિંહાસન પામવાની,
ના તો મળેલી વેદનાઓનો હિસાબ કરવાની
ના ધર્મ અને અધર્મ વચ્ચે માર્ગ શોધવાની
અરે ,આ વાતતો તકલીફમાં આવેલા મિત્રને સાથ આપવાની છે
અરે, આ વાત તો પરાજય પામતા મિત્રના પડખે ઊભવાની છે.