મને શી જરૂર કોઈ તેજની,
ભીતરથી અંકુરતો હું જ્વાળ છું.
પ્રવાહોમાં વહે એમનું લક્ષ્ય નક્કી છે
હું તો ખુદ જિંદગી ના પ્રવાસ માં છું.
કોઈ બંધન શીદને રોકી શકે હવે મને,
બંધન ભેદીને તો આગળ વધ્યો છું.
ચાહના વસ્તુની શી રહે……
હું તો ખુદ જીવન ની ચાહત માં છું.
ડર શુ રહે જીવન માં હવે,
ડર પછી તો જીવન મળ્યું આ મને.
સ્વપ્ન થકી ફક્ત આભાસ છે જીવન માં
હું તો સ્વપ્ન ત્યજી કર્મ માં મશગુલ છું.
શી ચિંતા રહે હવે મને નિરર્થક
રોજ હું તો ખુદ ને ચુનોતી આપું છું.
શાને વિચલિત થાય મન મારું?
ઇરાદાઓ થકી તો ઓળખ છે મારી
કહો કેમ થાય હાર હવે મારી?
જવાબદારીઓથી હું કદી હાર્યો નથી.
મને શી જરૂર કોઈ તેજની,
ભીતરથી અંકુરતો હું જ્વાળ છું