શબ્દે શબ્દે જયારે વહે છે લાગણી
ત્યારે જ સુંદર સબંધની થાય માંગણી.
વિચારે વિચારે થાય છે જયારે વાવણી,
ત્યારે જ થાય પ્રેમની સબંધમાં લ્હાણી.
કાગળે કાગળે જયારે રચાય છે માણસાઈ,
ત્યારે જ સબંધમાં થાય છે સાચી સરસાઈ.
કલમે કલમે જયારે હોય છે શબ્દમાં સચ્ચાઈ,
ત્યારે જ સબંધ માં જોરદાર જામે ભવાઈ.
કોલમે કોલમે જયારે રજુ થાય સુંદર વિચાર,
ત્યારે જ “અમિત” સાચા સબંધોનો જગ મહી પ્રચાર.