કલમ તારી ચુપકી,
એક લેખકને ઝંઝોળી નાખે,
શબ્દો વગરનું સાહિત્ય
એક લેખકને હલાવી નાખે,
તું મૌન થઈ જા,
તો અમારું અસ્તિત્વ જ શું છે?
તારા વિના,
અમોનું નામ જ શું છે?
જેમ ઝાડના મૂળ જમીનમાં પરોવાય જાય છે,
એમ જ લેખક અને કલમનું નામ સાથે બોલાય છે,
કલમ તારી ચુપકી,
હવે સહેવાતી નથી,
શબ્દોની આ ગોઠવણી,
તારા વગર થતી નથી,
ચાલ, હવે આપણે બન્ને મળીએ,
અને સાથે સાહિત્યને આગળ વધારીએ,
હવે તો તોડી નાખ,
કલમ તારી ચુપકી….
– નિતી સેજપાલ “તીતલી”