ઉગી હતી કૂંપળો જાણે, રચના બહાર,
આવી સ્વપ્નામાં કહે ચાલ,ગાઈએ સંગ મલ્હાર.
વાદળીઓની સરગમમાં,આ શ્રાવણીયો સરવરીયો,
નવું વાવેતર કરીએ આજ ચાલ કલ્પના ના વાવેતર.
વરસાદના આ ઝરમરમાં કઈ , ફૂટી કવિતાની ટોપ,
ઉગતા કવિઓના છબછબિયા, હાઈકુ મુકતક ભીંજે.
વીજળીઓની કથ્થકલી સંગ,છંદ અછંદાસ લય નાચે,
ગરજે મેઘ મલ્હાર બનીને , નાચે ગઝલ નઝમ ના તાલે.
આવ્યુ રે વાવાઝોડૂં ને કઈ લાવ્યું વાર્તાઓનું ટોળું,
નાચતી કુદતી લાંબી ટૂંકી,કઈ સઘળી એ રચનાઓ.
લચકતો ને મહેકતો એ કલ્પનાની રચનાઓનો ઉપવન,
અવસર આંગણે મહેકી ઉઠ્યો..એ કલ્પનાના વાવેતર…!