મેં કાગળ એક એમને મોકલ્યો હતો,
ગુલાબ સરીખો શબ્દ કસ્તુરીમાં બોળ્યો હતો…
સંબોધન શુ કરું અટવાઈ શરૂઆતમાં જ,
છોડી એ ફકરો પાધરો સવાલ જ કર્યો હતો…
ચીંધી હતી આંગળી એમણે મારગ દેખાડવા,
રસ્તો પાર કરવા જાણે પહોંચો જ પકડ્યો હતો…
આમ તો રહ્યો સાવ કોરો કાગળ,
કસ્તુરીની સુવાસથી ખૂબ મહેકયો હતો…
પારુલ ઠક્કર “યાદે”