અધૂરી એક કહેવા જેવી વાત રહી ગઇ,
બે મૌન વચ્ચે આખે આખી રાત વહી ગઇ.
હુ કોરે કોરો એને પલળતી જોઇ રહ્યો,
એક છોકરી મારા ભાગનો વરસાદ લઈ ગઇ.
રોજ સાંજ પડે ને એ સાંજ સાંભરે,
જે સાંજ કાયમ માટે “યાદ” થઈ ગઇ.
મારી ગઝલ હવે પહેલા જેમ ગાતી નથી.
સાવ મૂંગી શબ્દોથી આપના ગયા બાદ થઈ ગઇ.
મે એવી તો ઉજવી આ બરબાદીને કે,
લોકો કહે છે જિંદગી આબાદ થઈ ગઇ.
હજીયે સજાઓ વચ્ચે ફંફોસ્યા કરું છું.
ક્યાંક કોઈક ભુલ એકાદ થઈ ગઇ.