હૈયું મથી ટોળે વળે, જો યાદનો આ કાફલો…
આંખે ચડી રાતે છળે, ફરિયાદ નો આ કાફલો.
ચાલ્યા કરે, ચાલ્યા કરે, રોકાય ત્યાં ડેરો કરે…
ભેગી મળી ડૂમો કરે, ફરિયાદ નો આ કાફલો.
ઘર ગામ ક્યાં? પોઠે ફરી ના એ ઠરી ઠામે રહે…
છાની લડી દંભે ધરે, ફરિયાદ નો આ કાફલો.
પાકકા પણે સોદા કરી, સાચ્ચા કરે વેપાર એ…
હાંફી રહી તાપે તગે, ફરિયાદ નો આ કાફલો.
ઘોંઘાટ થી આ કોકિલા નું હ્રદય થાકયું છે હવે..
અંન્તે દમી શ્વાસે ડગે, ફરિયાદ નો આ કાફલો.
કોકિલા રાજગોર