અગાડી મારી, પિછાડી મારી,
બેઠેલી ડાળ પર કુહાડી મારી.
રોજ રોજ પજવે સાળાની જેમ
તોફાની ઉંદર પર બિલાડી મારી .
ગળિયા બળદની જેમ જિંદગી ચાલે,
ગુસ્સે થઈને કડિયાળી લાકડી મારી.
નાનીનાની વાતોમાં અકારણ ઝઘડા,
ખેલદિલી સમજાવવા ખિલાડી મારી.
ભૂખ ભરડો લે,ઘરમાં આંટો નથી,
ગુસ્સે થઈ ચુલે ચડેલી કલાડી મારી.
ભરત વૈષ્ણવ