શબ્દ જ્યારે આપણે જોખીને ના બોલી શક્યાં.
કૃષ્ણ જેવા કૃષ્ણ ત્યારે યુદ્ધ ના રોકી શક્યાં.
પી લીધા છે ઝાંઝવા સહુએ તરસના નામ પર,
ગાળીને ખુદમાં જ વિરડો,પાણી ના શોધી શક્યાં
આપણે સહુ ફૂલના વેપારી જેવા છીએ બસ,
ફૂલો તોલ્યા, તે છતાં ખુશ્બૂને ના તોળી શક્યાં.
હાથ જોડવે સમય ત્યારે જ જોડીએ છીએ,
પ્રેમથી તો હાથ ક્યારે આપણે જોડી શક્યાં?
એક પળમાં મોત આવી છોડી નાખે છે ગાંઠો બધી,
આપણે ક્યાં ગાંઠ એકાદી કદી છોડી શક્યાં ?
– જયેશ ભટ્ટ