કેટલો આભાસમાં રાખ્યો હશે,
જીભ પર રાખી મને ચાખ્યો હશે,
નામ ખાતર રાખતાં હો શું ખબર?
તોય અમથો દાંતથી ચાવ્યો હશે,
સોય બુઠ્ઠી હોય, કેવા ઢોંગ છે?
તોય વારંવાર જો ટાંક્યો હશે,
લાગણીમાં પ્રેમથી ફસ્યો હશું ?
એક આંધીમાં મને લાવ્યો હશે,
દૂરના આભાસમાં તો કૈ’ક છે,
એમ જાણીને જ બોલાવ્યો હશે?
-વિજય પ્રજાપતિ ‘વમળ’