તમારાં સુખ દુઃખનો ખ્યાલ કેમ આવે?
તમે સામે ના હોય તો વ્હાલ કેમ આવે?
નથી સોબત અમને મળી, માલ કેમ આવે?
પહેલાં જો ચાલી ગયા, ચાલ કેમ આવે?
પુછો તબિયત હાલત પુછો આવું કેમ થાવે?
ઘણો અંતર રાખી પુછો હાલ કેમ આવે?
નથી જાતાં દિવસો અને એટલું જ ચાહો,
હશો એની વાટે તમે, કાલ કેમ આવે?
કશી વાતો કરવી નથી, જેમ તેમ ચાલે!
ફસાયા હોવા બાદ પણ જાલ કેમ આવે?
તમારી ન્હોતી ને તમારી નથી થવાની,
કરો છો જીદ તોયે અભી હાલ કેમ આવે?
રહે તાજાં તોયે ભલે, અક્ષ આપણાં કે,
પુરાણાં છે આ ઘાવ ને ખાલ કેમ આવે?
– અક્ષય ધામેચા