બહારના જાનવરોથી તો સંતાઈ કે ભાગી પણ જઈએ,
ઘરના જાનવરોથી કેમ કરી બચીએે !
પ્રત્યેક ક્ષણ તાકતી ગંદી નજરો પર,
પડદો કેમ કરી કરીએ !
ગીધડાંઓની જેમ મંડરાતા તેઓ વિચારણા કરે કે,
કયારે બોટી ચૂંથવા મળે,
નજરકેદ થયા હોવ તેવુ હરદમ લાગ્યા કરે !
બુરખામાં લપેટેલું તન જાણે કોઈ નગ્ન કરે !
કંપી ઉઠે આત્મમન, પણ ન કોઈ પડઘો પડે !
ચીસાચીસ કરી તૂટે બંધ ના કોઈ કાને પડે !
સંબંધોના નામ પર નુમાઈશ થયા કરે !
ચુપ….. ન કહેવાય કોઈને નહિ તો ઇજ્જત જાય,
સમાજમાં બધે થૂં થૂં થાય,
આપણી અહીં બોલતી બંધ કરે !
રાક્ષસો ની ભૂખ નો આમ જ કોઈ બાળ
કોળિયો બને !
બહારના જાનવરોથી તો લડી પણ લઈએ,
ઘરના જાનવરોથી કેમ કરી બચીએ !