કેવી છું હું ???
થોડી ગંભીર પણ થોડી મોજીલી પણ છું હું…
ભાવો અને લાગણી સાથે વહેનારી નારી છું હું…
મન નું સાંભળી આચરણ કરનારી છું હું…
થોડી સમજુ તો ક્યારેક ના સમજું પણ છું હું…
ખોટું લાગ્યું હોય છતાં પણ હસી લઉં છું હું…
મને ચાહનાર નું ક્યારેય દુઃખી થઈ ખોટું લગાડતી નથી હું…
જિંદગીભર ચાહતી રહું એવી લાગણીશભર પણ છું હું….
બસ, આવી જ થોડી ચંચળ અને થોડી સમજું પણ છું હું… છું હું..
– હેતલ જોષી