કેવી રીતે કહું તને,
જ્યારે પણ એકલું લાગે છે,
ત્યારે તને જ યાદ કરીને વિચારું છું કે આ જગ્યાએ તું હોત તો શું કરત.
કેવી રીતે કહું તને,
જ્યારે પણ ગુસ્સો આવે છે,
ત્યારે તારા વિશે વિચારૂ છુ અને એ પણ યાદ કરં છું કે તું ગુસ્સામાં પણ કેટલી સુંદર લાગે છે.
કેવી રીતે કહું તને,
જ્યારે પણ કોઈ વાતેને લઈને ઉદાસ હોઉ છું
ત્યારે તારી એ વાત યાદ કરું છું જે મને ઉદાસીમાં પણ ખુશીનો અહેસાસ કરાવે.
કેવી રીતે કહું તને,
જ્યારે પણ જમવામાં મીઠું ઓછું પડે છે,
ત્યારે તારા હાથનું જમવાનું યાદ કરું છું, ભલે ગમે તેટલું જમી લઉ હંમેશા એમ જ લાગે કે હજું થોડું વધારે જમી લઉ.
કેવી રીતે કહું તને,
જ્યારે પણ ઘર અને કામમાં સંતુલન નથી બનાવી શકતી,
ત્યારે તારી એક જ વાત યાદ આવે છે કે કેવી રીતે તે માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો અને બંને જવાબદારી નિભાવી.
કેવી રીતે કહું તને,
જ્યારે પણ પોતાના બાળકને રડતું જોઉ છું,
ત્યારે તારી ખૂબ જ યાદ આવે છે, જ્યારે પણ મારી આંખમાં આસું આવતા ત્યારે તારી પણ આંખ ભરાઇ આવતી.
કેવી રીતે કહું માં કે,
જ્યારે પણ તારા વિશે એક પણ વાત કરવા ઈચ્છું છું,
ત્યારે એક નહિ પણ અનેક વાત યાદ આવે છે અને હંમેશા મારી અંદર તને શોધવાનો પ્રયત્ન કરું છું.
– કિંજલ પટેલ (કિરા)