અહા કેવો મસ્ત મસ્ત ચાંદો છે,
માનો કે પીળોપચરક કાંદો છે.
ચાંદનીમાં કેટલી શીતળતા છે?
ક્યારે ભરી હશે આટલી નાંદો?
ઘરના ખૂણે ખાચરેથી નીકળે છે,
કયાંય પકડાય ન એવો વાંદો છે.
પત્ની પિયર જાય ગોરધન ખુશ,
પાછી આવે જુઓ કેવો માંદો છે.
રોજ રોજ મોટો થાય ચાંદાની જેમ,
અંધારિયામાં ન ઘટે એવો ફાંદો છે.
ભરત વૈષ્ણવ