ખાસ જેવું ખાસ કોઈપણ નથી,
હાલ મારી પાસ કોઈપણ નથી,
પાનખર આવે ખર્યા છે પાન સૌ,
જો હવે સહવાસ કોઈપણ નથી,
જયાં સુધી વૈભવ હતો ત્યાં સૌ હતા,
સાથ દેશે આસ કોઈપણ નથી,
કેટલું રખડયા જગતમાં છતાં
કાયમી નિવાસ કોઈપણ નથી,
ઓળખી નાખો ખરો ચ્હેરો હવે,
આજ તો લિબાસ કોઈપણ નથી,
પાન ખરતાંયે રહ્યાં સઘળાં છતાં,
આજ જો ઉદાસ કોઇપણ નથી,
અંધકારોમાં વીત્યું આ જીવન ,
ભીતરે ઉજાસ કોઈપણ નથી,
હિંમતસિંહ ઝાલા