જ્યાં જવું હો ત્યાંના સરનામા અમે,
કોઈપણ રસ્તાના ઠેકાણા અમે.
આપની તકદીરમાં સૂરજ ઊગે,
એ જ કારણ જગમાં સર્જાયા અમે.
કાંચના વાંસણ શા સંબંધો થયાં,
ક્યાંક અંધારા તો અજવાળા અમે.
એ કે અમને જોઇ ફિક્કા થઇ જતાં,
એમને જોતાં તો હરખાતા અમે.
ભાઈઓ બારી થયા, ભીંતો થયા,
ને થયા સ્વાગતના દરવાજા અમે.
બોટલો, ગ્લાસોથી લેનારા નશો,
ને સતત આંખોથી પીનારા અમે.
સિદ્દીકભરૂચી