કોઈ ખરા હૃદયથી અમને યાદ કરે,
તોયે ઘણું છે..
કોઈ હસીને અમારી સાથે વાત કરે,
તોયે ઘણું છે..
હમસફર કોઈ સફરની શરૂઆત કરે,
તોયે ઘણું છે..
જીંદગીમાં ના કોઈ મને ફરિયાદ કરે,
તોયે ઘણું છે..
હું ના હોઉં છતાં પણ મારી યાદ રહે,
તોયે ઘણું છે..
દોસ્ત કોઈ સાચા દિલથી મારી સાથ રહે,
તોયે ઘણું છે..
છેલ્લા શ્વાસ સુધી દોસ્ત દિલની પાસ રહે,
તોયે ઘણું છે…
બસ લોકો દિલથી મારા પર વિશ્વાસ કરે,
તોયે ઘણું છે…
મૃત્યુ સુધી મને જીવવાની આસ રહે,
તોયે ઘણું છે…
✍️ કાનજી ગઢવી