કોઈ પૂછે તો કહેજો ,હું માસ્તર છું,
વિધાર્થીઓ માટે મોટું હું શાસતર છું.
ભૂલ ઢાંકે બધી એવું , હું પ્લાસ્તર છું,
રક્ષણ કરે , કદી ન ફાટે એવું હું વસ્તર છું,
જીદગીની ઇમારત માટે, હું ચણતર છું,
અજ્ઞાન હટાવે સૌનું, એવું હું ભણતર છું.
આજ ખર્ચે કાલ મળે, એવું હું મળતર છું
જીવન સુધારે સૌનું,એટલેતો હું ઘડતર છું.
કિંમતમાં સાવ સસ્તું, ભલેને હું પડતર છું,
પણ વર્ષો પછી મળશે મોઘુ, એવું હું વળતર છું.
જિંદગી જીવવા માટે ,હરેક પળે હું ગણતર છુ,
ગર્વથી કહો ભાઈ ,હવે હું માસ્તર છું.
?? માસ્ટર નહીં…. “મા” ના સ્તર સુધી પહોચનાર… માસ્તર.