કોઈ ટોકશે નહીં, કોઈ રોકશે નહીં..
કળજુગે રહી અહીં, કોઈ રોકશે નહીં.
જૂઠ મૂલવી રહી, માન પામતાં બધાં…
સાચ ભાવથી અહીં, કોઈ રોકશે નહીં.
ફૂલ ખીલતાં ગમે, ફોરતાં પછી ખરે…
પાનખર કદી અહીં, કોઈ રોકશે નહીં.
ઝરણથી નદી બની, સાગરે મળી જતી…
અમન દોરથી અહીં, કોઈ રોકશે નહીં.
વાવશું અહીં જ જે, એજ તો લણી શકો…
સપન રોગથી અહીં, કોઈ રોકશે નહીં..
માનવી બની રહી, માનવી પણે થયા?
દમન દોરથી અહીં, કોઈ રોકશે નહીં.
કોકિલા સમય ઢળી, આવશે
જ ઘડપણે….
કળણ કાળથી અહીં, કોઈ રોકશે નહીં.
– કોકિલા રાજગોર