ઠોકરોથી એક ચમકારો થયો,
કોણ છે જેને ન, પસ્તાવો થયો.
મારૂં ઘર પડતાં સરળતા ત્યાં થઈ,
બે ફળીને જોડતો રસ્તો થયો.
કાલ વિકાસ ગાંડો હતો એ કારણે,
આજ મોટા રોડ પર ખાડો થયો.
આજલગ કર્યો નથી અળઘો મને ,
મારી પાછળ મારો પડછાયો થયો.
જિંદગીનો મર્મ સમજાયો પછી,
શાંત દરિયે એક પરપોટો થયો.
એકલો મ્હેમાન જે, ઘરમાં હતો,
ડારતો એને, જ્યાં સન્નાટો થયો.
સિદ્દીકભરૂચી