શક્ય છે સ્મરણની સાથે નગર પણ વહી જાય
અહી સમય સંજોગની કોને ખબર!!
બધું કહેવા છતાંય કઈક બાકી રહી જાય ;
છેક ટોચે જઈ પગ લંઘાય લાગણીની કોને ખબર!!
બધું અંતે તો એક આંતરિક અવાજ!
શું સાચું શું ખોટું કોને ખબર!!
એ હદ સુધી ભટકું કે સારથી ખુદ કૃષ્ણ બને
પછી જવાબ મળે કે ના મળે પ્રશ્નોની કોને ખબર!!
પ્રેમમાં પડો પછી તમારો ઈશ્વર બદલાય
એથી વધારે પ્રેમની કોને ખબર!
સાત્વિક પ્રેમ એ જ પ્રભુતાનો પર્યાય
બાકી અહીંયા ઇશ્વરત્વની કોને ખબર!!
સાગરને ઝંખતી નદી ખરાશથી દાઝે એમ પણ બને
મલિનતા સમાવવાની કીમત કેટલી કોને ખબર!!
ગીત સતત ગાવા ટેવાયેલ પંખી કશું ન બોલે
મૌનમાં ઉદભવી રહેલ ચિત્કારની કોને ખબર!!
સતત હસતા હોઠ ચમકતી આંખો
કરામત ઈશ્વરની કે દર્દનું પરિણામ કોને ખબર!!
દરેક જણ અહીંયા રોગી મળે એટલે
આ શબ્દો બની જાય ઔષધ કોનું કોને ખબર!!
તમારો દાવો એવો કે તમે મને બહુ ઓળખો
હું મને ઓળખું કે નઈ એની અહીંયા કોને ખબર!!
એક દીવો તમે શ્રદ્ધાથી પ્રગટાવી જુઓ તો
હવા પણ ફંટાઈ જાય , દિશાની કોને ખબર!!
ગણિત નથી કે તમે મને આમ ઉકેલવા બેસો
જીવો તો સમજાય; જીવન કેટલું કોને ખબર
હું બસ “હું” છું ત્યાં વાતનો અંત આવ્યો
એથી વધારે તો શું અને કોને ખબર!!
એક પણ ક્ષણ ના દૂર રહુ ના રાખું હવે બસ
પડે જરૂર ઈશ્વરને ક્યારે મારી કોને ખબર!!
બેસવા ખૂણો નથી જે આકાશમાં ઉડાન મારી ત્યાં છે
નીચે પટકુ, તરફડું ને ઉંચે ઉડું ફરી મારી ગતિ કોને ખબર!!
પ્રેરણા દવે