ઘરથી બહાર ભય વિના નીકળી નથી શકતા,
નાખી દો,મોમાં આંગળી બોલી નથી શકતા.
પ્રારંભ નવા યુગનો લખી દો નવી કલમો
પોતાનાં સગા ,લાશને સ્પર્શી નથી શકતા.
એવા પ્રણયના મોહમાં બાંધી દીધો તમે
પીંજરમાં કેદ પંખીઓ છૂટી નથી શકતા.
આજે ” સ્વયંભૂ બંધ ” થયું ગામ એટલે,
મહેમાન ના કરો , અમે આવી નથી શકતા.
નાની જરાક ભૂલથી શિક્ષા મળી શકે,
માંણસને હવે અવસરો બાંધી નથી શકતા.
સિદ્દીક ભરૂચી