વ્હાલા હૈયે ચાહત જોતાં,મેંતો કોરો કાગળ દીધો..
બોલું શું હું? દાનત જોતાં,લીધો કોરો કાગળ દીધો.
કીધું મેં ભાવો લખવાનાં,દેશે એ વાદા મળવાના..
જાગી દાગી દાનત જોતાં,લીધો કોરો કાગળ દીધો.
આશા ભાવે હું હરખાતી,છાની માની હું મદમાતી.
આંચી જૂઠ્ઠી દાનત જોતાં,લીધો કોરો કાગળ દીધો.
હીંચ્યા શ્ર્વાસોમાં અટવાતી,આહો દાહો માં પટકાતી,
આંખો રોતી દાનત જોતાં,લોધો કોરો કાગળ દીધો.
મેળે પામી ક્યાં મન લેખાં?,બાળી કોરી કાગળ રેખા…
કાળી એની દાનત જોતાં, લીધો કોરો કાગળ દીધો.
– કોકિલા રાજગોર