છોને નશો હો સાહ્યબીનો, ભાન ક્યાંથી લાવશો!
બે ટંક ના ભોજન મળે, ઈમાન ક્યાંથી લાવશો!
સિંદૂર તિલક શ્રીરામનું અંગે લગાવ્યું ના કદી,
લંકા ગયા વિના, હ્રદયમાં સ્થાન ક્યાંથી લાવશો!
ના લય મળે ના પ્રાસ છે ના શેરીયત પામ્યા શબદ,
ગાવા તરન્નુમમાં ગઝલ ને, તાન ક્યાંથી લાવશો!
માની નકામા માવતરને મોકલ્યા આશ્રમ ભણી,
વાળે પરત ગાડાંય એ ફરમાન ક્યાંથી લાવશો!
વંદન નમન ને માન મૂલ્ય ના કરો ગુરૂનું પછી,
એકલવ્યને જે સાંપડ્યું એ, જ્ઞાન ક્યાંથી લાવશો!
પાયલ ઉનડકટ