નાનપણમાં અમે ભમતા ને મિત્રો સંગે રમતાં.
પડતાંને આખડતા તોયે અમે માર મજાનો ખાતા.
ગુરુજી અમને રોજ કુટતા,તોય હોશેથી ભણતાં.
આખો દિવસ રખડી-ભટકી,ગોદરુ આખું ગજવતા.
ધીંગા પાટું કરતાં કરતા ,વડિલો આગળ નમતા.
ના’તા નહોતા કદીયે ઘરે,પણ નદીએ જઈને તરતાં.
ભેંહુ ચારવા જતાં વગડે,ભાત ભેરુ સંગ જમતા.
લૂગડાં અંગે હોય નહીં,તોય ગરમીમાં ય ઢઢણતા.
ગડદા- પાટું ખાઈ બુપુનુ,સાંજે વાળુ ભેગું જમતાં.
હાલરડાની હેલી તે’દી અમે ‘મા’ ના મુખે સાંભળતા.