જેવો છું એવો તારો જ અંશ છું
ક્યારેક કૃષ્ણ તો ક્યારેક કંસ છું
નથી દેવ,નથી દાનવ, હું માનવ
ત્રિશંકુ સમો હું તારો જ વંશ છું
શિરે સજાવો તો છું શેષનાગ હું
વાંકુ પડે તો તક્ષક નો હું ડંશ છું
ચાહું તો મીરાને મૂકી દઉં પાછળ
ધિક્કારે શુપર્ણખા શો અપભ્રંશ છું
ક્યારેક દૂધ ક્યારેક પાણી ક્યારેક બેઉં
કાગડા સમો હું ક્યારેક રાજહંસ છું
-મિત્તલ ખેતાણી